Sunday, March 16, 2025

તમારી દૃષ્ટિએ પ્રેમ એટલે શું ?




  ધરતીએ આકાશ ને પ્રેમ કાર્યો

આકાશે ધરતીને પ્રેમ કર્યો

પ્રેમ વિશિષ્ટ અને ચિરંજીવ પર્વ છે. પ્રેમ છે તો જીવન છે. જ્યારે જ્યારે પણ પ્રેમ કરવાની વાત આવે છે  ત્યારે પ્રકૃતિ પોતાનો વિશાળ ખોળો પાથરી પ્રેમી હૈયાઓને ખોળો ખૂંદવા નિમંત્રણ આપે છે. ઉત્તરની દિશાએ સરતા સમીરને હવા સાથે પ્રેમ છે, તો ધરતીને આકાશ સાથે પ્રેમ છે. જીવનને જીવંત રાખવા માટે તમામ પ્રકારના રસ અનિવાર્ય છે. તો પછી શૃંગાર રસની અવગણના શા માટે? પણ આજે આપણે એ વિશે કોઈ ચર્ચા નહિ કરીએ. જો સમીર હવાને પ્રેમ કરી શકે, દિવસ રાતને પ્રેમ કરી શકે અને ધરતી આકાશને પ્રેમ કરી શકે તો પછી આપણે શા માટે આ લોકના કોઈ પાત્રને પસંદ કરી પ્રેમ ન કરવો ? પ્રકૃતિના ખોળામાં જ્યારે પ્રેમ વિહરવા માંડે છે ત્યારે પ્રેમનો આનંદ પણ વિશિષ્ટ જ હોય છે.

ઉત્તરાયણ એટલે મકરસંક્રાંતિ. રાશિ ગ્રહ નક્ષત્રનું પરિભ્રમણ કે સ્થાનાંતર કરવાનો યોગ સાંપડે છે. ધરતી આકાશને પ્રેમપત્ર લખે છે કે પ્રેમ કોણ કરે? જે નિખાલસ અને પારદર્શક હોય તે. જો પ્રેમી નિખાલસ અને પારદર્શક હોય તો એના પ્રેમ પ્રવાહમાં વિરહની યાતના તેણે શા માટે વેઠવી પડે? શા માટે પ્રેમીએ પ્રેમ કરતાં કરતાં ફના થઈ જવાનું? શા માટે પ્રેમીઓ તરફ આ સુગિયાળ સમાજ નાકનું ટેરવું ચડાવે છે? આ સમાજ પ્રેમને સાહજિક રીતે સ્વીકારતો નથી એટલે તેને કોઈ ચોક્કસ લાગણી કે સંબંધનું નામ આપી તેનો સમાજ પાસે સ્વીકાર કરાવડાવ્યો છે. સમાજ જેને સ્વીકારે તે પાક અને સમાજ જેનો અસ્વીકાર કરે તો તે નાપાક?

જો કોઈ બાળક તરફ અવગણના કરવાની પ્રક્રિયાને અમાનવીય કહે તો પ્રેમ પ્રક્રિયાની અવગણના પણ અમાનવીય ન કહેવાય? બાળક જેટલો પારદર્શક, નિખાલસ અને સાહજિક હોય છે, તેટલો જ પ્રેમ પણ પારદર્શક, નિખાલસ અને સાહજિક હોય છે. જે પ્રેમ કરે છે તે રંગોને જોઈ શકે છે, જાણી શકે છે અને માણી પણ શકે છે અને સૌંદર્યનું રસપાન પણ કરી શકે છે. પ્રેમી હૈયાઓમાં જ્યારે ડુંગરો વચ્ચે પથરાયેલા વિશિષ્ટ ભૂમિપટ પર ક્યાંક ખળખળ વહેતા ઝરણાંની ઓથે કે શાંત ધીર ગંભીર એવા સરોવર કે નદીના કાંઠે પ્રેમનો એકરાર થતો હોય છે. એ સમયે પ્રેમીઓ તો હૈયાની ભાષા પણ ઘૂઘવતા સમુદ્રના અફાટ મોજાંની જેમ ઉછળતા હોય છે. તે જ દિલની આપ-લે કરી શકે છે. પ્રેમ પામવા માટે પ્રેમમય થવું પડતું હોય છે. જે સાચા અર્થમાં પ્રેમમય થાય છે તે ક્યારે પણ તેની લાગણી કે તેના ભાવને ક્યારે પણ સંબંધનું નામ આપતો નથી. જ્યાં સંબંધ છે ત્યાં નામ છે અને જ્યાં નામ છે ત્યાં મર્યાદા પણ છે. પ્રેમ કોઈ ઉચ્ચ કે નીચ કુળને કે વયને જોતો નથી. પ્રેમ તો ગમે ત્યારે ગમે તે ઉમરે કે ગમે ત્યાં થઈ શકતો હોય છે. પ્રેમ સગીર વયે પણ થઈ જતો હોય છે અને પ્રેમ મોટી ઉંમરે પણ થતો હોય છે. જેની પાસે પ્રેમની દિવાનગી છે તે જ સાચા અર્થમાં પ્રેમ કરી શકતો હોય છે. પ્રેમ પલાડતો નથી પણ ભીંજવે છે તે લાભદાયક છે. લાગણીભર્યા જીવનપથ પર જ્યારે સંબંધોની જાજમ પથરાય અને એના પર જયારે પ્રેમના છાંટણા થાય ત્યારે જ એક વિશિષ્ટ સોડમ મહેંકે છે. 

No comments:

Post a Comment

Everyday Life: A Comedy of Errands, Socks, and Existential Dread"

Everyday Life: A Comedy of Errands, Socks, and Existential Dread" Ah, everyday life—the greatest unscripted sitcom ever written. A sh...