જીવનમાં ઉતારવા જેવા સરસ અનમોલ વચનો….

 




*  પોતાની કમાણી કરતા ઓછો ખર્ચો થાય એવી લાઈફ જીવો.


*  દિવસમાં ઓછામાં ઓછા ૩ લોકોની પ્રશંસા કરવી.

*  પોતાની ભૂલ કબુલવામાં ક્યારેય સંકોચ ન કરવો.

*   તમારી પાછળ રહેલ વ્યક્તિને પણ ક્યારેક-ક્યારેક આગળ જવાનો ચાન્સ આપવો.

*  સફળતા એને જ મળે છે જે કંઇક કરે છે.

*  સફર ખૂબસૂરત છે મંઝીલ કરતા. તેથી લાઈફના દરેક સ્ટેજ (અવસ્થા) પર નાની નાની વાતોમાં ખુશી મહેસુસ કરો.

*  
મૂરખ લોકો બીજાના પર હસે છે અને બુદ્ધિમાન પોતાની જાત પર.

*  કોઈ પાસેથી કંઇક જાણવું હોય તો વિવેકથી બે વાર પુછો.

*  ભગવાન પર વિશ્વાસ રાખો.

*   સફળતા મોડી મળે તો નિરાસ ન થવું કેમકે મકાન કરતા મહેલ બનાવવામાં જ વધારે વાર લાગે છે.

*  બીજા લોકોને નીચા દેખાડવા કે તેના વિષે અપશબ્દ કહેવાની ભાવના ટાળવી.

*  જે તમારી પાસે હોય તેમાં જ સાચી ખુશી છે અને તેને જ સૌથી મોટી ખુશી માની આનંદ કરવો. કેમકે તમને જે મળ્યું છે તેટલું બીજાને નથી મળતું.

*  તેના પર વિશ્વાસ મુકો જે જોઈ શકે છે: તમારી હસી પાછળનું તમારું દુ:ખ, તમારા ગુસ્સા પાછળનો પ્રેમ અને તમારા મૌન નું કારણ.

*  જયારે તમારો સમય સારો હોય છે ત્યારે તમારી ભૂલ પણ રમતમાં લેવામાં આવે છે અને જયારે તમારો સમય સારો નથી હોતો ત્યારે તમારી રમત પણ ભૂલ તરીકે જોવામાં આવે છે.

*  યાદ રાખો: દુનિયામાં તમને કોઈ સમજી નહિ શકે.. પરંતુ તેઓનો અભાર માનવો જોઈએ જેમને તમને સમજવાની કોશિશ તો કરી છે.

*   જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કાંઈ પણ મોટું નથી.

*  અરીસો મારો શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે જ્યારે હું રડું છું ત્યારે એ ક્યારેય હસતો નથી..!!

*  શાંતિ મનને આરામ આપે છે. મન શરીરને આરામ આપે છે. ઘણીવાર આરામરૂપી દવાની જ માત્ર જરૂર હોય છે.

*  એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે.

*  તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે (શબ્દો) તે મહત્વનું છે.

*  જયારે કોઈ યાદ આવે છે ત્યારે આંસુ નથી આવતા, પરંતુ આંસુ ત્યારે આવે છે જયારે કોઈની યાદ ન આવે તેવું આપણે ઇચ્છીએ છીએ.

*  આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત જ છે.

*  જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે.

ગમે તો લાઇક અને શેર કરવા વિનંતી.

પુનર્મિલન (વાર્તા)

  બસ એક જોરદાર ધક્કા સાથે રોકાણી અને… પરસેવે રેબઝેબ એક યુવતી બસમાં ચડી.. અચાનક અવિનાશની નજર પડી અને તે ચોંકી ગયો! આરતી? અહીં? શામળો...